મનુ ભાકર, ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર ખેલ રત્નથી સન્માનિત
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, શુક્રવારે ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા શૂટર મનુ ભાકર, વિશ્વ ચેસ ચેમ્પિયન ડી. ગુકેશ, પુરુષ હોકી કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિક ગોલ્ડ વિજેતા હાઇ જમ્પર પ્રવીણ કુમારને, દેશના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્નથી સન્માનિત કર્યા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, શુક્રવારે ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા શૂટર મનુ ભાકર, વિશ્વ ચેસ ચેમ્પિયન ડી. ગુકેશ, પુરુષ હોકી કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિક ગોલ્ડ વિજેતા હાઇ જમ્પર પ્રવીણ કુમારને, દેશના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્નથી સન્માનિત કર્યા.
રાષ્ટ્રપતિએ, આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં રમતગમત અને સાહસિક પુરસ્કારો 2024 રજૂ કર્યા. આ પુરસ્કારોમાં 4 ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર-2024, 5 ખેલાડીઓને દ્રોણાચાર્ય પુરસ્કાર-2024, 34 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર-2024, 4 ખેલાડીઓને તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસ પુરસ્કાર-2023, એક રાષ્ટ્રીય રમત પ્રમોશન પુરસ્કાર-2024 અને એક મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી-૨૦૨૪નો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિએ ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાને નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન એવોર્ડ-2024 અને ચંદીગઢ યુનિવર્સિટીને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી-2024 અર્પણ કર્યા.
રાષ્ટ્રપતિએ, પેરા-શૂટિંગમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે સુભાષ રાણાને, શૂટિંગમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે દીપાલી દેશપાંડેને, હોકીમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે સંદીપ સાંગવાનને દ્રોણાચાર્ય પુરસ્કાર, 2024 એનાયત કર્યો. ઉપરાંત, બેડમિન્ટનમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે એસ મુરલીધરનને અને ફૂટબોલમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે આર્માન્ડો એગ્નેલો કોલાકોને દ્રોણાચાર્ય પુરસ્કાર (લાઇફટાઇમ), 2024 એનાયત કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિએ, એથ્લેટિક્સમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ અન્નુ રાનીને અર્જુન પુરસ્કાર, 2024 એનાયત કર્યો. આ ઉપરાંત, બોક્સર નીતુ અને સ્વીટી, ચેસ ખેલાડી વાંતિકા અગ્રવાલ, હોકી ખેલાડી સલીમા ટેટે અને અભિષેક, સંજય, જર્મનપ્રીત સિંહ, સુખજીત સિંહ, પેરા-તીરંદાજ રાકેશ કુમાર, પેરા-એથ્લેટ્સ પ્રીતિ પાલ અને જીવનજી દીપ્તિ સહિત 34 ખેલાડીઓને અર્જુન એવોર્ડ ૨૦૨૪ એનાયત કર્યા.
