Skip to main content
Settings Settings for Dark

મનોહર લાલ ખટ્ટરે હરિયાણામાં બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા

Live TV

X
  • હરિયાણામાં પાંચ વર્ષ સુધી સરકાર ચલાવનારા મનોહર લાલ ખટ્ટરે રવિવારે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. પૂર્વ ઉપપ્રધાનમંત્રી દેવીલાલના પૌત્ર દુષ્યંત ચૌટાલાએ ડેપ્યુટી સીએમના શપથ લીધા.

    હરિયાણામાં પાંચ વર્ષ સુધી સરકાર ચલાવનારા મનોહરલાલે ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લીધા, તેમની સાથે જ જનનાયક જનતા પાર્ટીના વડા દુષ્યંત ચૌટાલા ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા. હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યાએ બંને નેતાઓને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવ્યા.

    શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના કાર્યકારી પ્રમુખ જે.પી.નડ્ડા, પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં કોઈ પણ ધારાસભ્યએ મંત્રી પદના શપથ લીધા ન હતા. 90 વિધાનસભા બેઠકોવાળી હરિયાણા વિધાનસભામાં ભાજપે 40 અને જેજેપીએ આ ચૂંટણીમાં 10 બેઠકો જીતી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply