મહાકુંભમાં સંતોએ યોજી ભવ્ય શોભાયાત્રા, ઘોડા અને ઊંટ પર સંતોની સવારી
Live TV
-
ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળામાં સંતોએ યોજી હતી શોભાયાત્રા. આ યાત્રા દરમિયાન સંતો ઘોડા અને ઊંટ પર સવારી કરતા જોવા મળ્યા હતા. આ સાથે તેમણે અવનવા સ્ટંટ પણ રજૂ કર્યા હતા. આ યાત્રામાં વિવિધ અખાડાઓના સંતોએ ભાગ લીધો હતો.
આ યાત્રામાં ભાગ લેનાર શંકરાચાર્ય શિબિરના પ્રભારી ધરનંદે જણાવ્યું હતું કે વિશ્વનો સૌથી મોટો મહાકુંભ યોજાઈ રહ્યો છે. પ્રયાગરાજમાં આયોજન કરવામાં આવ્યું છે. જે પણ ભક્ત અહીં આવે છે એ સાચી શ્રદ્ધા સાથે નિવાસ કરે છે, તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના નેતૃત્વમાં યાત્રા યોજવામાં આવી છે. તેમાં 13 અખાડા છે અને અગ્નિ અખાડા દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે.
આ યાત્રામાં રૂદ્રાક્ષ બાબાએ પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત નાગા સાધુઓએ પણ યાત્રામાં ભાગ લીધો હતો. સંગમ શહેર પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. 144 વર્ષ પછી મહાકુંભ આવ્યો છે. જેના કારણે દરેક લોકો સ્નાન કરવા માટે સંગમ શહેર પ્રયાગરાજ પહોંચી રહ્યાં છે.
સંગમ શહેર પ્રયાગરાજમાં સોમવારથી મહાકુંભ 2025નો પ્રારંભ થયો છે. મહાકુંભના બીજા દિવસે, મકરસંક્રાંતિના અવસરે અમૃત સ્નાન દરમિયાન 3.50 કરોડથી વધુ ભક્તોએ સંગમના કિનારે સ્નાન કર્યું હતું. ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે સોશિયલ મીડિયા મારફતે માહિતી આપી હતી. સીએમ યોગીએ કહ્યું કે મંગળવારે પ્રથમ અમૃત સ્નાન પ્રસંગે 3.50 કરોડથી વધુ સંતો અને ભક્તોએ ત્રિવેણીમાં ડૂબકી લગાવી પુણ્ય પ્રાપ્ત કર્યું.
