Skip to main content
Settings Settings for Dark

મહાદેવ સટ્ટાબાજી એપ મામલે મોટો ખુલાસો, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ સામે આવ્યું

Live TV

X
  • ચાર્જશીટમાં નામનો ખુલાસો થયા બાદ ભૂપેશ બઘેલની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

    મહાદેવ સટ્ટાબાજી એપ મામલે EDની ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. જેમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ સામે આવ્યું છે. હવે ચાર્જશીટમાં નામનો ખુલાસો થયા બાદ ભૂપેશ બઘેલની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. EDએ આ મામલામાં અત્યાર સુધીમાં 5 આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરી છે. ચાર્જશીટમાં શુભમ સોની, અમિતકુમાર અગ્રવાલ, રોહિલ ગુલાટી, ભીમસિંઘ અને અસીમ દાસનું નામ પણ સામેલ છે. ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે કે, અસીમ દાસે પૂછપરછમાં EDને જણાવ્યું છે કે, આ રૂપિયા હાલમાં જ છત્તીસગઢમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીના નેતા અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ માટે મોકલાયા હતા. મહાદેવ બેટિંગ એપના પ્રમોટર્સે ભૂપેશ બઘેલને કુલ 508 કરોડ રૂપિયા આપ્યા હતા. આ મામલે મુંબઈ પોલીસે દીક્ષિત કોઠારીની મુંબઈથી ધરપકડ કરી છે. 

    આ મામલે અગાઉ અનેક બોલીવુડ સેલેબ્સના નામ સામે આવ્યા હતા. EDએ આ મામલે અત્યાર સુધીમાં અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ મામલે સંયુક્ત અરબ અમીરાતથી મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશનના માલિક અને સંસ્થાપક રવિ ઉપ્પલની ધરપકડ કરવામાં આવી હતી. રવિ ઉપ્પલ સામે રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી હતી. રવિ ઉપ્પલે સૌરભ ચંદ્રાકર સાથે મળીને આ એપ્લિકેશનની શરૂઆત કરી હતી. કેન્દ્ર સરકારે મહાદેવ સટ્ટાબાજી એપ્લિકેશન સહિત અન્ય ગેરકાયદાકીય રીતે ચાલતી એપ્લિકેશન અને વેબસાઈટ બ્લોક કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply