Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રના 31 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, 24 કલાકમાં 113 વૃક્ષ ધરાશાયી

Live TV

X
  • ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે(25 જૂન) સમગ્ર મહારાષ્ટ્રમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે અને રાજ્યના 31 જિલ્લાઓ માટે હવામાન એલર્ટ જાહેર કર્યું છે. જેમાંથી 25 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' અને 6 જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આમ, આ દરમિયાન ગાજવીજ સાથેના વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.

    બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)ના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં ઝાડ અને ડાળીઓ પડવાની 113 ઘટનાઓ નોંધાઈ છે. ભારે વરસાદ અને ફૂંકાયેલા તેજ પવનને કારણે શહેરના મુખ્ય વિસ્તારમાં 40, પૂર્વીય ઉપનગરોમાં 23 અને પશ્ચિમી ઉપનગરોમાં 50 જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે.

    દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં પણ સક્રિય થઈ ગયું છે. છેલ્લા બે દિવસથી મુંબઈ અને પડોશી જિલ્લા થાણેમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

    કયા જિલ્લામાં કેવું એલર્ટ?
    યલો એલર્ટ: મુંબઈ, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, નાશિક, અહમદનગર, કોલ્હાપુર, સાંગલી, સોલાપુર, છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, બીડ, હિંગોલી, નાંદેડ, અકોલા, અમરાવતી, બુલઢાણા, ગડચિરોલી, ગોંદિયા, નાગપુર, વર્ધા અને વાશિમ.
    ઓરેન્જ એલર્ટ: પુણે, યવતમાળ, લાતુર, ધારાસિવ, ચંદ્રપુર અને સતારામાં ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

    હવામાન નિષ્ણાતોના મતે, આ વરસાદ કોઈ એક સિસ્ટમને કારણે નહીં, પરંતુ ત્રણ વાતાવરણીય પ્રણાલીઓના મિશ્રણને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સક્રિય થયો છે. વરસાદને કારણે તાપમાનમાં પણ2૨ થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી લોકોને લાંબા ગાળાની ગરમીમાંથી મોટી રાહત મળી છે. IMDએ નાગરિકોને હવામાનના અપડેટ્સ પર નજર રાખવા અને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply