મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 23 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર
Live TV
-
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 23 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને એક મહિના કરતા પણ ઓછો સમય રહ્યો છે પરંતુ મહા વિકાસ અઘાડીમાં બેઠકોની વહેંચણીને લઇને ખેંચતાણ ચાલી રહી છે. યુબીટી બેઠકોને લઇને સમાધાન કરી રહી છે જ્યારે રાહુલ ગાંધી બેઠક વહેંચણીથી મહારાષ્ટ્ર પ્રદેશ નેતૃત્વથી નારાજ હોવાનું કહેવાય છે. મહત્વનું છે કે ગઇકાલે કોંગ્રેસ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં રાહુલ ગાઁધીએ પ્રદેશ નેતૃત્વ પર કોંગ્રેસની સીટોને સહયોગી દળને આપી દેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે વરિષ્ઠ નેતા બાલા સાહેબ થોરાટ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ સપા અને કોંગ્રેસ વચ્ચે પણ કંઇ બરાબર ચાલી રહ્યુ નથી. સપા પણ મુંબઇમાં 5 બેઠકોની માગણી કરી રહી છે. આમ હજી મહાવિકાસ અઘાડીમાં 33 બેઠકોને લઇને પેચ ફસાયેલો છે.
ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે. જેમાં 23 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પહેલી યાદીમાં 48 અને બીજામાં 23 એમ થઇને કુલ 71 નામોની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ આજે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ 15 ઉમેદવારોની જાહેરાત કરી હતી. શિવસેનાએ અત્યાર સુધીમાં કુલ 80 બેઠકોની જાહેરાત કરી ચૂકી છે.
