Skip to main content
Settings Settings for Dark

માનવ-કેન્દ્રિત વૈશ્વિકીકરણ: સૌને સાથે લઈને, G-20ને અંતિમ છેવાડા સુધી લઈ જવાનો પ્રયાસઃ નરેન્દ્ર મોદી

Live TV

X
  • 'વસુધૈવ કુટુંબકમ' તેનો અર્થ એ છે કે 'વિશ્વ એક પરિવાર છે'. આ એક સર્વગ્રાહી દૃષ્ટિકોણ છે, જે આપણને સરહદો, ભાષાઓ અને વિચારધારાઓને ઓળંગીને એક સાર્વત્રિક પરિવાર તરીકે પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ભારતના G-20ના પ્રમુખપદ દરમિયાન આ બાબતને માનવ-કેન્દ્રિત પ્રગતિની હાકલમાં પરિવર્તિત કરવામાં આવી છે. એક પૃથ્વી તરીકે, આપણે આપણા ગ્રહને પોષવા માટે એકસાથે આવી રહ્યા છીએ. એક પરિવાર તરીકે, આપણે વિકાસની શોધમાં એકબીજાને ટેકો આપીએ છીએ. અને આપણે સાથે મળીને સહિયારા ભવિષ્ય, એક ભવિષ્ય તરફ આગળ વધીએ છીએ, જે એકબીજા સાથે જોડાયેલા આ સમયમાં નિર્વિવાદ સત્ય છે. મહામારી પછીની વિશ્વ વ્યવસ્થા તેની પહેલાંની દુનિયાથી ખૂબ જ અલગ છે. તેમાં ત્રણ મહત્વના ફેરફારો છે. પહેલું, એ છે કે વિશ્વના GDP-કેન્દ્રિત દૃષ્ટિકોણથી દૂર માનવ-કેન્દ્રિત દૃષ્ટિકોણ તરફ સ્થળાંતર કરવાની જરૂર છે. બીજું, વિશ્વ વૈશ્વિક પુરવઠા શ્રુંખલામાં સ્થિતિ સ્થાપકતા અને વિશ્વસનીયતાના મહત્વને ઓળખી રહ્યું છે. ત્રીજું, વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા મારફતે બહુપક્ષીયવાદને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક હાકલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ડિસેમ્બર 2022માં, જ્યારે આપણે ઇન્ડોનેશિયા પાસેથી પ્રમુખ પદ સંભાળ્યું, ત્યારે મેં લખ્યું હતું કે G-20 દ્વારા માનસિકતામાં પરિવર્તન લાવવું આવશ્યક છે. વિકાસશીલ દેશો, ગ્લોબલ સાઉથ અને આફ્રિકાની હાંસિયામાં ધકેલાઈ ગયેલી આકાંક્ષાઓને મુખ્ય પ્રવાહમાં લાવવાના સંદર્ભમાં આની ખાસ જરૂર હતી. ધ વોઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટમાં 125 દેશોની ભાગીદારી જોવા મળી હતી. ભારતમાં, પ્રાચીન સમયથી પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવું એ એક સામાન્ય બાબત છે અને આધુનિક સમયમાં પણ આપણે આબોહવાની કામગીરીમાં આપણો ફાળો આપી રહ્યા છીએ. ટેકનોલોજી પરિવર્તનશીલ છે પરંતુ તેને સમાવિષ્ટ બનાવવાની પણ જરૂર છે. ભૂતકાળમાં, તકનીકી પ્રગતિના ફાયદાઓથી સમાજના તમામ વર્ગોને સમાનરૂપે ફાયદો થયો નથી. ભારતે છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન દર્શાવ્યું છે કે કઈ રીતે ટેક્નોલૉજીનો ઉપયોગ અસમાનતાઓને વધારવાને બદલે  અસમાનતાઓને ઘટાડવા સુધી કરી શકાય છે. ભારત માટે, G-20 પ્રેસિડેન્સી એ માત્ર ઉચ્ચ-સ્તરીય રાજદ્વારી પ્રયાસ નથી. લોકશાહીની જનેતા અને વિવિધતાના એક મોડેલ તરીકે, અમે આ અનુભવના દરવાજા વિશ્વ માટે ખોલ્યા છે. આજે, વસ્તુઓને મોટા પાયે પૂર્ણ કરવી એ એક ગુણવત્તા છે જે ભારત સાથે સંકળાયેલી છે. G-20 પ્રેસિડેન્સી પણ તેમાં અપવાદ નથી. તે જનઆધારિત આંદોલન બની છે. આપણા દેશના ખૂણેખૂણાના 60 ભારતીય શહેરોમાં ૨૦૦થી વધુ બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આપણી મુદત પૂરી થાય ત્યાં સુધીમાં 125 દેશોના લગભગ 1 લાખ પ્રતિનિધિઓની યજમાની કરવામાં આવશે. કોઈ પણ પ્રેસિડન્સીએ આટલા વિશાળ અને વૈવિધ્યસભર ભૌગોલિક વિસ્તારને ક્યારેય આવરી લીધો નથી.ભારતની જનસંખ્યા, લોકતંત્ર, વિવિધતા અને વિકાસ વિશે કોઈ બીજા પાસેથી સાંભળવું એક વાત છે. તેમનો પ્રત્યક્ષ અનુભવ કરવો એ તદ્દન જુદું જ છે. મને વિશ્વાસ છે કે આપણા G-20 પ્રતિનિધિઓ આ માટે ખાતરી આપશે.  ભારત સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે એ કોઈ અકસ્માત નથી. આપણા સરળ, માપનીય અને સ્થાયી સમાધાનોએ નબળા અને વંચિતોને આપણી વિકાસગાથાનું નેતૃત્વ કરવા માટે સશક્ત બનાવ્યા છે. અંતરિક્ષથી લઈને રમત-ગમત, અર્થવ્યવસ્થાથી લઈને ઉદ્યોગ સાહસિકતા સુધી, ભારતીય મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં આગેવાની લીધી છે. તેઓએ આ ગાથાને મહિલાઓના વિકાસમાંથી મહિલા-સંચાલિત વિકાસ તરફ વાળી છે. આપણી G-20 પ્રેસિડેન્સી જેન્ડર ડિજિટલ વિભાજનને દૂર કરવા, શ્રમબળની ભાગીદારીના અંતરને ઘટાડવા અને નેતૃત્વ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓ માટે મોટી ભૂમિકાને સક્ષમ બનાવવા પર કામ કરી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply