Skip to main content
Settings Settings for Dark

માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસ: 17 વર્ષ બાદ આજે ચુકાદો આવશે

Live TV

X
  • સત્તર વર્ષ બાદ માલેગાંવ 2008 બોમ્બ વિસ્ફોટ કેસમાં વિશેષ અદાલત આજે પોતાનો ચુકાદો સંભળાવશે. વિશેષ અદાલતે 19 એપ્રિલે તર્કવિતર્ક અને અંતિમ દલીલો પૂર્ણ કર્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, કેસમાં એક લાખથી વધુ પાનાઓના પુરાવા અને દસ્તાવેજો હોવાથી, ન્યાયપૂર્ણ નિર્ણય માટે વધુ સમયની જરૂર હતી.

    સત્તર વર્ષ બાદ માલેગાંવ 2008 બોમ્બ વિસ્ફોટ કેસમાં વિશેષ અદાલત આજે પોતાનો ચુકાદો સંભળાવશે. વિશેષ અદાલતે 19 એપ્રિલે તર્કવિતર્ક અને અંતિમ દલીલો પૂર્ણ કર્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, કેસમાં એક લાખથી વધુ પાનાઓના પુરાવા અને દસ્તાવેજો હોવાથી, ન્યાયપૂર્ણ નિર્ણય માટે વધુ સમયની જરૂર હતી. ચુકાદા સમયે તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગેરહાજર રહેનાર આરોપી સામે કાનૂની કાર્યવાહી થવાની ચેતવણી પણ કોર્ટે આપી છે.

    આ કેસમાં સાત આરોપીઓ સામે ટ્રાયલ ચાલી રહ્યો છે, જેમાં લે. કર્નલ પ્રસાદ પુરૂહિત, પૂર્વ ભાજપ સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર અને નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય સહિતના લોકોનો સમાવેશ થાય છે. આ તમામને યુએપીએ (UAPA) અને ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ કલમો હેઠળ આરોપી બનાવવામાં આવ્યા છે. હાલ તમામ આરોપી જામીન પર છે.

    29 સપ્ટેમ્બર 2008ના રોજ મહારાષ્ટ્રના માલેગાંવમાં, રમઝાનના પવિત્ર મહિનામાં અને નવરાત્રિ પૂર્વે એક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં છ લોકોએ જીવ ગુમાવ્યો અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. એક દસકાની તપાસ દરમિયાન અભિયોજક પક્ષે 323 સાક્ષીઓની પુછપરછ કરી, જેમાંથી 34 સાક્ષીઓએ પોતાના પહેલાના નિવેદન બદલી નાંખ્યા, આ કેસની પ્રાથમિક તપાસ મહારાષ્ટ્ર ATS દ્વારા કરવામાં આવી હતી, પણ 2011માં તપાસ NIAને સોંપવામાં આવી. 2016માં, NIAએ પુરાવાની અછતનો ઉલ્લેખ કરીને પ્રગ્યા ઠાકુર સહિત કેટલાક આરોપીઓને ક્લીન ચિટ આપતા ચાર્જશીટ દાખલ કરી હતી. 

    હવે લગભગ 17 વર્ષ પછી આવતો આ ચુકાદો કાયદાકીય અને રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વનો ગણાય છે. દેશભરમાં તેના પરિણામો પર નજર રાખવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply