મિઝોરમની તમામ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની બેઠકો માટે 7 નવેમ્બરે થશે મતદાન
Live TV
-
મિઝોરમની તમામ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની બેઠકો માટે 7 નવેમ્બરે થશે મતદાન
મિઝોરમ રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થશે. તમામ રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારો મતદારોને આકર્ષવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યાં છે. રાષ્ટ્રીય પક્ષોના નેતાઓ તેમની પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર અભિયાનમાં સામેલ થયાં છે. મિઝોરમ રાજ્યમાં સાત નવેમ્બરે મતદાન યોજાશે. છત્તીસગઢમાં પ્રથમ ચરણ માટે 20 વિધાનસભા ક્ષેત્રની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે અને 7 નવેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કાના મતદાન માટે દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં પોલીંગબુથો માટે પોલીંગ પાર્ટીઓ પોતાના સ્થળે જવા રવાના થયા છે. પોલીંગ પાર્ટીઓને હેલીકોપ્ટરો દ્વારા મતદાન મથક સુધી પહોચાડવામાં આવે છે.
મધ્યપ્રદેશમાં તમામ રાજકીયપક્ષોના સ્ટાર પ્રચારક એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે. તેઓ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધન કરશે. પ્રધાનમંત્રીની પ્રથમ જનસભા આજે બપોરે સિડનીમાં જ્યારે બીજી સભા ખંડવામાં યોજાશે. છત્તીસગઢમાં ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા બે જનસભા સંબોધશે. તેઓ ગોરેલા, પેન્ડ્રા, મરવાની જિલ્લાની કોટા વિધાનસભા અને વિલાસપૂર જિલ્લાની મસૂરી વિધાનસભામાં સભા કરશે.
