Skip to main content
Settings Settings for Dark

મુંબઈમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી

Live TV

X
  • મુંબઈના અંધેરી, બાંદ્રા, ખાર, માલાડ, ગોરેગાંવ, જુહુ, વર્સોવા સહિતના વિસ્તારોમાં રવિવારે(28 જૂન) ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અમુક જગ્યાએ હાઈવે અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો માટે 29 જૂન રોજ ભારે વરસાદનું 'યેલો એલર્ટ' જાહેર કર્યું છે. 

    મુંબઈના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પાણી ભરાતા વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર, પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા મુખ્ય માર્ગ એવા અંધેરી સબવેમાં ભારે પાણી ભરાઈ જતાં તેને વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. 

    અંધેરી સબવે ખાતે પાણી ભરાતા તંત્ર દ્વારા વાહનવ્યવહાર રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સબવેની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આકરી ગરમીના માહોલ વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાને પગલે ઓફિસ અને રોજગાર માટે જતાં લોકોને હાલાકીનો સામનો કરવાની સ્થિતિ ઉભી થઈ છે. 

    ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો માટે 29 જૂન, 2026ના રોજ પણ વરસાદનું 'યેલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. IMD મુજબ, મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ગાજવીજ અને તેજ પવનો સાથે હજુ પણ ભારે વરસાદની શક્યતા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply