મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર પડઘમ શાંત, 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે
Live TV
-
મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર પડઘમ શાંત થયા છે. તમામ રાજકીય દળના નેતાઓએ મતદારોને રિજવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. મેઘાલય વિધાનસભાની 60 સીટ માટે 375 ઉમેદવાર ચૂંટણી માટે મેદાનમાં ઉતર્યા છે. રાજયમાં સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાર્ટી 57 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસે તમામ 60 સીટો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. તો, બીજી તરફ નાગાલેન્ડમાં 59 વિધાનસભા સીટ માટે 183 ઉમેદવારે ચૂંટણીની જંગ લડવા માટે મેદાનમાં છે. રાજ્યમાં સત્તાધારી દળ NPP સાથે ગઠબંધન કરી ભાજપ 20 સીટ પર ચૂંટણી લડી રહી છે. આ સાથે કોગ્રેસ પાર્ટી 23 સીટ પર પોતાના ઉમેદવારોને ઉભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે, બંન્ને રાજ્યોમાં 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 2 માર્ચના રોજ મત ગણતરી હાથ ધરાશે.
