યુવા બાબતોના મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવની ફાઈનલનું આયોજન કરાયું
Live TV
-
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આજે નવી દિલ્હીમાં સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવની ફાઈનલનું આયોજન કરવામાં આવ્યું. આ મહિનાની 6ઠ્ઠી તારીખે વિદાય સમારંભ યોજાશે. નેશનલ યુથ પાર્લામેન્ટનું આયોજન આ વર્ષે 'યંગ વોઈસ: એનગેજ એન્ડ એમ્પાવર ફોર નેશન્સ ટ્રાન્સફોર્મેશન'ની થીમ પર કરવામાં આવી રહ્યું છે. દેશભરમાં 9મી ફેબ્રુઆરીથી 6ઠ્ઠી માર્ચ દરમિયાન રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યુવા સંસદ દેશના 785 જિલ્લાઓને આવરી લેતા ત્રણ સ્તરે આયોજિત કરવામાં આવી છે. 9મી ફેબ્રુઆરીથી 14મી ફેબ્રુઆરી દરમિયાન જિલ્લા યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા યુવા સંસદ-2024ના વિજેતાઓએ 19મી થી 24મી ફેબ્રુઆરી દરમિયાન રાજ્ય યુવા સંસદમાં ભાગ લીધો હતો.
87 રાજ્ય કક્ષાના વિજેતાઓ રાષ્ટ્રીય યુવા સંસદમાં ફાઈનલ માટે નવી દિલ્હીમાં એસેમ્બલ થશે, જેમાંથી 29 આપેલા વિષયો પર વક્તવ્ય રજૂ કરશે.
