યુવા શક્તિનો મહાકુંભ: રાષ્ટ્રીય યુવા દિવસે પીએમ મોદી આજે 3,000 યુવા નેતાઓ સાથે કરશે સંવાદ
Live TV
-
યુવા શક્તિનો મહાકુંભ: રાષ્ટ્રીય યુવા દિવસે પીએમ મોદી આજે 3,000 યુવા નેતાઓ સાથે કરશે સંવાદ
સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ અને 'રાષ્ટ્રીય યુવા દિવસ' ના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026' ના સમાપન સત્રને સંબોધશે. આ ભવ્ય કાર્યક્રમમાં પીએમ મોદી દેશ-વિદેશના અંદાજે 3,000 પ્રતિભાશાળી યુવાનો સાથે સીધો સંવાદ કરશે, જેમાં પસંદ થયેલા યુવા પ્રતિનિધિઓ રાષ્ટ્ર નિર્માણના 10 મહત્વના વિષયો પર પોતાની નવીનતમ પ્રસ્તુતિઓ રજૂ કરશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા 'વિકસિત ભારત યુવા નેતા સંવાદ 2026' માટેના એક વિશેષ નિબંધ સંગ્રહનું પણ વિમોચન કરવામાં આવશે, જે ભારતના 2047 સુધીના વિકાસલક્ષી લક્ષ્યો પર યુવાનોના દ્રષ્ટિકોણને ઉજાગર કરે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બિન-રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા યુવાનોને રાષ્ટ્રીય મંચ પૂરો પાડી તેમને દેશના ભવિષ્યના ઘડતરમાં સક્રિય ભાગીદાર બનાવવાનો છે.
