Skip to main content
Settings Settings for Dark

રવિવારે સાતમાં તબક્કાનું મતદાન પૂર્ણ, 23મીએ પરિણામ

Live TV

X
  • ચૂંટણી પંચે ગઇકાલે સાંજે 17મી લોકસભાના તમામ તબક્કાના મતદાન પૂર્ણ થયા પછી એક પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં 17મી લોકસભાનો ચીતાર આપ્યો હતો. પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્ય ચૂંટણી કમીશનર ઉમેશ સિન્હાએ દેશમાં શાંતિપૂણ માહોલમાં મતદાન થયાની વાત કરી હતી.

    ચૂંટણી પંચે ગઇકાલે સાંજે 17મી લોકસભાના તમામ તબક્કાના મતદાન પૂર્ણ થયા પછી એક પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં 17મી લોકસભાનો ચીતાર આપ્યો હતો. પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્ય ચૂંટણી કમીશનર ઉમેશ સિન્હાએ દેશમાં શાંતિપૂણ માહોલમાં મતદાન થયાની વાત કરી હતી. ઉપરાંત પશ્ચિમ બંગાળમાં જ્યાં તોફાનો થયા હતા ત્યાં ચૂંટણી પંચ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની વાત પણ કરી હતી. ઉપરાંત વેલ્લોર બેઠકની તારીખો જલ્દીથી જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. દરમ્યાન ઉમેશ સિંહાએ ચૂંટણી દરમિયાન સુરક્ષામાં જોતરાયેલા તમામ અર્ધ સૈનિક દળો અને સુરક્ષાદળોનો આભાર માન્યો હતો. ઉપરાંત સમગ્ર ચૂંટણી દરમિયાન જે સેવાભાવી સંસ્થા અને વોલેન્ટીયર્સ તેમની સાથે જોડાયા હતા તે સૌ કોઈનો આભાર માન્યો હતો. વધુ માહિતી આપતા શ્રી સિન્હાએ જણાવ્યું કે 2019માં 1.9 કરોડ મતદાતા એવા હતા કે જેઓ 18 થી 19વર્ષની આયુના હતા. આ સાથે સાતમા અને અંતિમ તબક્કાનું કુલ મતદાન 61 ટકા જેટલું થયું છે. જે 2014માં 66.4 ટકા થયું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply