Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભામાં આજે IT સંસ્થાન સુધારા સહિત ત્રણ મહત્વના વિધેયક પસાર થયા

Live TV

X
  • સંસદના ચોમાસુ સત્રના નવમા દિવસે રાજ્યસભામાં ત્રણ વિધેયક પસાર કરવામાં આવ્યા હતા. જેમાં ભારતીય આઇટી સંસ્થાન સુધારા વિધેયકનો સમાવેશ થાય છે. લોકસભામાં આ વિધેયક પહેલાં પસાર થઇ ચુક્યું છે.

    રાજ્યસભાએ આવશ્યક વસ્તુ સુધારા વિધેયક 2020ને પણ આજે પસાર કર્યું હતું. આ વિધેયક પણ લોકસભામાં અગાઉ પસાર થઇ ચુક્યું છે. રાજ્યસભાએ બેન્ક કારી વિનિમન વિધેયક 2020ને પણ બહાલી આપી હતી.

    રાજ્યસભામાં આજે કાર્યવાહી શરૂ થતાં જ સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ રવિવારે કૃષિ વિધેયકોની ચર્ચા દરમિયાન થયેલા હોબાળાને મુદ્દે જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ રાજ્યસભામાં વિરોધો વચ્ચે વિધેયક પસાર થઇ ચુક્યા છે.પરંતુ રવિવારની ઘટના દુર્ભાગ્યપુર્ણ હતી.

    ઉપ સભાપતિ વિરૂદ્ધ રજૂ થયેલી દરખાસ્તને નકારી કાઢવાને મુદ્દે તેમણે જણાવ્યું હતું કે દરખાસ્ત યોગ્ય ફોર્મમાં નહોતી થઇ અને 14 દિવસનો નોટિસ પીર્યડ પણ આપવામાં નહોતો આવ્યો. તેમણે કહ્યું કે સભ્યો જો માફી માંગે અને સરકાર તેમના સસ્પેન્સનને રદ કરવા કહેશે તો ગૃહને કોઇ વાંધો નથી. તે સાથે જ કોંગ્રેસે સમગ્ર સત્રનો બહિષ્કાર કરવા નિર્ણય લીધો છે.

    કોંગ્રેસના નિર્ણય સાથે તૃણમુલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો, સમાજવાદી પાર્ટી, એનસીપી,ટીડીપી, આરજેડી અને આમ આદમી પાર્ટી પણ સામેલ થયા હતા. વિરોધપક્ષોના સત્ર બહિષ્કારના નિર્ણય સાથે જ સંસદ પરિસરમાં ધરણા બેઠેલા સભ્યોએ પોતાના ધરણા સમેટી લીધા હતા. રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply