Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભા ચૂંટણી: ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ

Live TV

X
  • રાજ્યસભા ચૂંટણી: ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ

    દેશમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ વેગ પકડી ચૂકી છે. રાજ્યસભાની આ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે, જ્યારે આગામી 16 ઓક્ટોબરે મતદાન યોજાશે. ચૂંટણીના આ માહોલમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે.

    ભાજપ દ્વારા ઉત્તર પ્રદેશ માટે 8 ઉમેદવારોની યાદી જાહેર
    ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા ચૂંટણી માટે 8 ઉમેદવારોની યાદી સત્તાવાર રીતે જાહેર કરી છે.  આ યાદીમાં ધર્મપાલ સિંહ, ગોપીકૃષ્ણ પાંડે, રામપ્રતાપ ચૌહાણ,  પ્રકાશ પાલ તેમજ શ્રુતિ ગંગવાર જેવા નામ સામેલ છે. તો પશ્ચિમ બંગાળ માટે ભાજપે  રૂકમણિ મલિકનું નામ જાહેર કરતા રૂકમિણી મલિકે સોમવારે ફોર્મ ભર્યું હતું. જોકે અખિલેશ યાદવે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે ઉત્તર  પ્રદેશમાં  સમાજવાદી પાર્ટી  2 ઉમેદવાર ઉતાર્યા છે, પરંતુ ત્રીજો ઉમેદવાર ઉતારશે નહીં. 

    સપા અધ્યક્ષ અખિલેશ યાદવનું નિવેદન: 'અમારી નજર હવે 403 પર'
    બીજી તરફ, સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 2 ઉમેદવારો ઉતાર્યા છે, પરંતુ ત્રીજો ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવશે નહીં.

    આ રણનીતિ પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાર્ટી હાલ માત્ર રાજસભા બેઠકો પૂરતી મર્યાદિત રહેવાને બદલે આગામી વિધાનસભા ચૂંટણીઓ પર મોટું ફોકસ કરવા માગે છે. અખિલેશ યાદવના સંકેત મુજબ, હવે પાર્ટીનું લક્ષ્ય માત્ર 3 બેઠકો નહીં પરંતુ ઉત્તર પ્રદેશ વિધાનસભાની તમામ 403 બેઠકો પર છે.

    ચૂંટણીની આ તારીખો અને ઉમેદવારોના નામો જાહેર થતાં જ રાજકીય સમીકરણો વધુ રસપ્રદ બન્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
apply