રાષ્ટ્રપતિએ માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવા માટેની મંજુરી આપી
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવા માટેની મંજુરી આપી દીધી છે. આ અંગે એક માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. હાલમાં જ આ વિશે કેબિનેટે નામ બદલવાનો નિર્ણય લેતા શિક્ષણ નીતિમાં પણ કેટલાંક મોટા સુધારા કર્યા હતાં. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના પૂર્વ અધ્યક્ષ કે.કસ્તુરી રંગનની અધ્યક્ષતા વાળી સમિતિએ ગત વર્ષે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક'ને નવી શિક્ષણ નીતિનું માળખું સોંપ્યું હતું. મંત્રાલયને આ માળખા અંગે દોઢ લાખથી વધુ સૂચનો પણ મળ્યાં હતાં.


