રાષ્ટ્રપતિ આજે ડુંગરપુર જિલ્લામાં 'રાજસ્થાન ગ્રામીણ આજીવિકા વિકાસ પરિષદ' દ્વારા આયોજિત મહિલા સંમેલનમાં ભાગ લેશે
Live TV
-
રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે ગઈકાલે સાંજે જયપુર પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મહેંદીપુર બાલાજી મંદિરમાં પૂજા કરશે. બાલાજીના દર્શન કર્યા પછી, તે ડુંગરપુર જિલ્લામાં સ્થિત બેનેશ્વર ધામમાં 'લખપતિ દીદી યોજના' હેઠળ રાજસ્થાન ગ્રામીણ આજીવિકા વિકાસ પરિષદ દ્વારા આયોજિત મહિલા સંમેલનમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં 10 હજાર જેટલી મહિલાઓ ભાગ લેશે.
ગઇકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશનના રાજ સભાગૃહમાં પીએમ-જનમન કાર્યક્રમ હેઠળ રાજ્યના આઠ જિલ્લામાંથી પધારેલા આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ આર્થિક વિકાસ માટે સશક્ત બનવા માટે સ્કિલ ડેવલપ કરવા આહ્વાન કર્યું હતું. વધુમાં તેમણે સરકાર દ્વારા આદિમજૂથોના વિકાસ માટે પીએમ જન મન અભિયાન હેઠળ યોજનાકીય લાભો લેવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિએ આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે પી.એમ. જનમન પહેલ અને તેના થકી પ્રાપ્ત યોજનાકીય લાભો અંગે લાભાર્થીઓને પૃચ્છા કરી હતી.
