રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ધૂળેટીની પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ધૂળેટીની પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી છે.
સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે હોળીના અવસર પર હું ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હોળીની હાર્દિક શુભકામના પાઠવું છું. હોળી આનંદ અને ઉત્સવનો તહેવાર છે.જે સામાજીક સદભાવનો સંદેશ આપે છે. હોળીના રંગો તમામના જીવનમાં ખુશીઓ લાવે અને આપણે સૌ સાથે મળીને વિકસીત રાષ્ટ્રના નિર્માણ માટે યોગદાન આપીએ. આજે સમગ્ર દેશમાં હોળીમાં રંગોની છોળો ઉડી રહી છે. ગલી શહેર અને ગામડાઓમાં ઉત્સાહનું વાતાવરણ છે. લોકો ઉમંગ સાથે ધુળેટીનો તહેવાર ઉજવી રહ્યાં છે. ધુળેટી એક તહેવાર નહી પરંતુ ભારતીય સંસ્કૃતિની જીવંત પરંપરા અને સામાજીક સમરસતાનું પ્રતિક છે. તો દેશના અલગ અલગ વિસ્તારોમાં હોળી - ધૂળેટી વિશિષ્ટ રૂપમાં ઉજવાતી જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશના મથુરા વૃંદાવનમાં પારંપરીક લઠમાર અને ફુલોની હોળીની છોળો ઉડી રહી છે.
