રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરષ્કાર એનાયત
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરષ્કાર એનાયત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કાર પ્રદાન કર્યા છે. આ સર્વેક્ષણ દુનિયાના સૌથી મોટા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણનું નવમુ સંસ્કરણ હતું. આ વર્ષે ચાર શ્રેણીઓમાં કુલ 78 પુરસ્કારો એનાયત કરાયા છે. જેમાં ઇન્દોરને સતત આઠમી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર ગણવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા ક્રમે રહ્યું છે, જ્યારે નવી મુંબઈ ત્રીજા ક્રમે રહ્યું છે. આ વર્ષે, ચાર શ્રેણીઓમાં પુરસ્કારો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સુપર સ્વચ્છ લીગ શહેરો અને પાંચ અલગ અલગ વસ્તી શ્રેણીઓમાં ટોચના ત્રણ સૌથી સ્વચ્છ શહેરોનો સમાવેશ થાય છે.
