રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મારુ બંગાળ વ્યસન મુક્ત બંગાળ અભિયાનનો કરાવ્યો શુભારંભ
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન મારું બંગાળ નશામુક્ત બંગાળ અભિયાનનો શુભારંભ કરાવ્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન મારું બંગાળ નશામુક્ત બંગાળ અભિયાનનો શુભારંભ કરાવ્યો. આ સાથે જ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આજના સમયમાં નશીલા પદાર્થનું સેવન દેશ અને સમાજ માટે ચિંતાનો વિષય છે. આપણા દેશના યુવાનો આ વ્યસનના કારણે સાચી દિશાની પસંદગી કરી શકતા નથી. આ ખૂબ ચિંતાજનક બાબત છે અને આ બાબતે તમામ મોરચા પર કામ કરવાની આવશ્યકતા છે.
રાષ્ટ્રપતિ ભારતીય નૌકાદળનું જહાજ- 3024 વિન્ધ્યાગિરીનું આજે શુભારંભ કરાવશે. વિન્ધ્યાગિરી જહાજનું નામ કર્ણાટકના પર્વત શ્રૃખંલાના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના જહાજોને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા આંતરિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 'વિંધ્યગિરિ' પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું છઠ્ઠું જહાજ છે. આ યુદ્ધ જહાજમાં સ્ટીલ્થ ફીચર્સ, અદ્યતન શસ્ત્રો અને સેન્સર્સ અને પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ્સ છે. નવનિર્મિત વિન્ધ્યાગિરી ભવિષ્યમાં સ્વદેશી રક્ષક ક્ષમતાને વધારે મજબૂતી પ્રદાન કરશે.
