Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આજથી ત્રણ દિવસ માટે ઉત્તરાખંડના પ્રવાસે

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આજથી ત્રણ દિવસ માટે ઉત્તરાખંડના પ્રવાસે છે. આજે તેઓએ હરિદ્વારમાં પતંજલિ વિશ્વ વિદ્યાલયના બીજા દિક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. તેમના સંબોધનમાં તેમણે સ્ત્રી સશક્તિકરણની વાત કરી હતી. આવતીકાલે રાષ્ટ્રપતિ મૂર્મુ દેહરાદૂનમાં ઉત્તરાખંડ રાજ્યની રજત જયંતિના અવસરે ઉત્તરાખંડ વિધાનસભાને સંબોધન કરશે. ત્યારબાદ નૈનીતાલના રાજભવન સ્થાપનાના 125 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત સમારોહમાં પણ હાજરી આપશે. મંગળવારે રાષ્ટ્રપતિ કૈચીધામ સ્થિત નીમકરોલી બાબાના આશ્રમે જશે. બાદમાં તેઓ નૈનીતાલમાં કુમાઉ વિશ્વ વિદ્યાલયના 20 મા દિક્ષાંત સમારોહમાં પણ સામેલ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply