રાષ્ટ્રપતિ ભવનમાં 'એટ-હોમ રિસેપ્શન કાર્યક્રમ', પીએમ મોદી અને સીજેઆઈ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે 'એટ-હોમ રિસેપ્શન કાર્યક્રમ'નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં દેશના ઉચ્ચ હોદ્દેદારો અને અન્ય મહાનુભાવોએ ભાગ લીધો હતો. સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, કેન્દ્રીય મંત્રીઓ, રાજદ્વારીઓ અને અનેક અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી અને દેશની આઝાદી માટે સંઘર્ષ કરનારાઓને યાદ કર્યા હતા.
આ ઇવેન્ટનો ફોટો ભારતના રાષ્ટ્રપતિના એક્સ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે, "રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે 'એટ-હોમ રિસેપ્શન કાર્યક્રમ'નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ભારતના મુખ્ય ન્યાયાધીશ, કેન્દ્રીય મંત્રીઓ, રાજદ્વારીઓ અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. "
તમને જણાવી દઈએ કે 78માં સ્વતંત્રતા દિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો. લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધતા તેમણે આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામ કરી હતી.
આ દરમિયાન પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો. પીએમ મોદીએ 78મા સ્વતંત્રતા દિવસ પર અત્યાર સુધીનું સૌથી લાંબુ ભાષણ આપ્યું. તેમણે 98 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા. આ પહેલા તેમણે 2016માં સ્વતંત્રતા દિવસના અવસર પર 96 મિનિટનું ભાષણ આપ્યું હતું, પરંતુ હવે તેમણે 98 મિનિટનું ભાષણ આપીને તેનો રેકોર્ડ તોડ્યો હતો. પીએમ મોદીનું સૌથી ટૂંકું સંબોધન વર્ષ 2017નું હતું, જ્યારે તેમણે લગભગ 56 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું.
