રાષ્ટ્રપતિ મુર્મૂએ નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનના 11મા દ્વિવાર્ષિક નેશનલ ગ્રાસરુટ્સ ઈનોવેશન એન્ડ આઉટસ્ટેન્ડિંગ ટ્રેડિશનલ નોલેજ એવોર્ડ્સ પ્રદાન કર્યા
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનના 11મા દ્વિવાર્ષિક નેશનલ ગ્રાસરુટ્સ ઈનોવેશન એન્ડ આઉટસ્ટેન્ડિંગ ટ્રેડિશનલ નોલેજ એવોર્ડ્સ પ્રદાન કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મૂએ જણાવ્યું કે, ભારતે નવાચારના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરી છે. આ અવસરે કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે કહ્યું કે એક સમય હતો જ્યારે દેશમાં 350 સ્ટાર્ટઅપ હતા, જ્યારે આજે 90 હજારથી વધુ સ્ટાર્ટઅપ દેશમાં છે. તેમણે કહ્યું કે જે 70 વર્ષોમાં નથી થયું તે 9 વર્ષમાં થયું છે. ભારતે વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવાચારના ક્ષેત્રમાં અનેક પડાવ હાંસલ કર્યા છે.
