Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ મૂર્મુએ આદિ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રવિવારે નવી દિલ્હીમાં આદિ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા રાષ્ટ્રપતિ મૂર્મુએ કહ્યું કે દેશમાં આદિવાસી લોકોની પરંપરાઓ અને જીવનશૈલી રાષ્ટ્રની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવે છે. તેમણે કહ્યું કે આ વર્ષના બજેટમાં આદિવાસી કલ્યાણ માટે ફાળવણીમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે જો આદિવાસી સમાજનો ઉન્નતિ થશે તો જ દેશ વિકસિત થશે.

    આદિ મહોત્સવનો ઉદ્દેશ્ય ભારતના આદિવાસી સમુદાયોની જીવંત સંસ્કૃતિ, વારસો અને આર્થિક ક્ષમતાની ઉજવણી અને પ્રદર્શન કરવાનો છે. આ ઉત્સવ 600 થી વધુ આદિવાસી કારીગરો, 500 કલાકારો અને 25 આદિવાસી ફૂડ સ્ટોલને એકઠા કરશે, જે 30 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિવિધ પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply