Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયને 25 વર્ષ પૂર્ણ થવાના ભારત સરકાર દ્વારા 'ભારત રંગ મહોત્સવ'નું આયોજન કરાયું

Live TV

X
  • રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયને 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા , ભારત સરકાર દ્વારા 'ભારત રંગ મહોત્સવ'નું આયોજન કરાયું છે, જેમાં દેશભરમાં 150થી વધુ અલગ અલગ ભાષાનાં નાટકો ભજવાશે, આ અંતર્ગત આજથી ભુજના ટાઉનહોલ ખાતે આગામી પાંચ દિવસ સુધી યોજાનારા જુદી જુદી ભાષાનાં નાટકોમાં કચ્છની નાટયપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે. 

    માધાપરની ખાનગી હોટેલ ખાતે બોલાવાયેલી બેઠકમાં પત્રકારોને સંબોધતાં સંસ્થાના ડાયરેક્ટર ચિત્તરંજન ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય નાટય વિદ્યાલયને 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 21 દિવસીય ઉજવણી અંતર્ગત દેશના 15 શહેરમાં 150 જેટલા જુદી જુદી ભાષાનાં નાટક અને અસંખ્ય વર્કશોપ, ચર્ચાઓ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 'વસુધૈવ કુટુંબકમ્, વંદે ભરંગમ' થીમ પર આધારિત આ કાર્યક્રમ હેઠળ ભુજના ટાઉનહોલ ખાતે આજથી પાંચ દિવસ સુધી નાટકનું આયોજન કરાયું છે.

    જેમાં પ્રથમ દિવસે મહાકવિ ભવભૂતિ દ્વારા લખાયેલું અને પ્રમોદ ચવ્હાણ દ્વારા અનુવાદિત ગુજરાતી નાટક ઉત્તમ રામચરિતમ', દ્વિતીય દિને સૌરભ નૈયા દ્વારા હિન્દી ભાષામાં 'ગોલ્ડન જ્યુબિલી', ત્રીજા દિવસે દેબાશિષ રોય દ્વારા રચિત બંગાળી નાટક પ્રથમ રાજનૈતિક હત્યા', ચોથા દિવસે સૌરભ અનંતપ્રિયા લિખિત મરાઠી નાટક હિન્દીમાં 'કનુપ્રિયા' અને અંતિમ દિવસે પ્રોફેસર વિદ્યાધર ગોખલે લિખિત 'સ્વર સામ્રાજ્ઞી નાટકની રજૂઆત કરાશે.

    આ તમામ નાટક જાહેર જનતા માટે નિ:શુલ્ક રહેશે, જેનો બહોળી સંખ્યામાં લાભ લેવા સંસ્થાના અગ્રણીઓ દ્વારા અનુરોધ કરાયો છે. આ ફેસ્ટિવલ મુંબઈ, પૂણે, ભુજ, વિજયવાડા, જોધપુર, ડિબ્રુગઢ, ભુવનેશ્વર, પટના, રામનગર અને શ્રીનગરમાં સમાંતર સ્થળોએ યોજાશે, જે થિયેટરની પરિવર્તનશીલ શક્તિની રાષ્ટ્રવ્યાપી ઉજવણીની ખાતરી કરશે.નાટકના ઉદ્ઘાટન પ્રસંગે ફિલ્મ કલાકાર મનોજ જોશી, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના ઉપસ્થિત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply