Skip to main content
Settings Settings for Dark

રાહુલ ગાંધીએ કેરળના કન્નૂરમાં જનસભાને સંબોધી, નડ્ડાએ આસામના કોકરાઝારમાં ચૂંટણી સભા સંબોધી

Live TV

X
  • લોકસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટીના નેતાઓ મતદારોને રીઝવવામાં વ્યસ્ત બન્યા છે. ત્યારે રાહુલ ગાંધી આજે કેરળના પ્રવાસે છે.. જ્યાં સૌ પ્રથમ તેમણે કેરળના કન્નૂરમાં જનસભાનું સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કેરળની સંસ્કૃતિનું અમે સંવર્ધન કરી રહ્યા છે. સાથે જ તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ દેશને તોડવાનું કામ કરી રહી છે. સાથે જ કહ્યું, એક રાષ્ટ્ર, એક ભાષા અને એક ધર્મ દ્વારા દેશમાં અરાજકતા ફેલાવવી વિપક્ષનું લક્ષ્ય.

    લોકસભાની ચૂંટણી માટે પ્રાચર-પ્રસાર જોર-શોરથી ચાલી રહ્યો છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક જે.પી.નડ્ડાએ આસામના કોકરાઝારમાં ચૂંટણી સભા સંબોધી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસના કાર્યોનો લાભ જન-જન સુધી પહોંચી રહ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, પાછલા દસ વર્ષોમાં પ્રધાનમંત્રી મોદી 70 વાર ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં આવ્યા છે. સાથે જ ઉત્તર-પૂર્વીય વિસ્તારોને મેઈન સ્ટ્રીમમાં લાવવા માટેના પ્રયાસો પ્રધાનમંત્રી દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply