Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીના બાકી રહેલા 2 તબક્કા માટે પ્રચાર અભિયાન ચરમ સીમાએ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણા અને દિલ્હીમાં  ચૂંટણી રેલીને સંબોધન કરશે 

    લોકસભાના છઠ્ઠા અને સાતમા તબક્કા માટે , ચૂંટણી પ્રચાર તેજ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણા અને દિલ્હીમાં  ચૂંટણી રેલીને સંબોધન કરશે. પ્રધાનમંત્રી પ્રથમ હરિયાણાના ફતિહાબાદ અને કુરૂક્ષેત્રમાં રેલી સંબોધશે. ત્યારબાદ પ્રધાનમંત્રી આજે દિલ્હીના રામ લીલા મેદાનમાં રેલી યોજશે. દિલ્હીની તમામ સાત સીટ માટે  છઠ્ઠા તબક્કામાં મતદાન થશે. અહીં આમ આદમી પાર્ટી , ભાજપ અને કોંગ્રેસનો ત્રીકોણીય મુકાબલો છે. 2014માં ભાજપે દિલ્હીની સાત સીટ જીતી હતી. ભાજપા અધ્યક્ષ અમિત શાહ , ભોપાલમાં સાધ્વી પ્રજ્ઞાના સપોર્ટમાં, ચૂંટણી રેલીને સંબોધશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી , મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે. રાહુલ ગાંધી મધ્યપ્રદેશના ભીંડ, મુરાના, અને ગ્વાલીયરમાં ચૂંટણી સભા સંબોધશે. ઉત્તરપ્રદેશમાં ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, અને રાષ્ટ્રીય લોકદળ સહિત , તમામ મુખ્ય પક્ષો એ , ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. વિવિધ રાજકીય પક્ષના નેતાઓ , ઘણા શહેરો અને ગ્રામીણ ક્ષેત્રોમાં જન સભા કરી રહ્યા છે. સપા અને બસપા, યુપીના આઝમ ગઢમાં સંયુક્ત ચૂંટણી રેલી કરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply