લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, ગુજરાતના 7 ઉમેદવાર જાહેર
Live TV
-
લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં ભાજપ દ્વારા દેશભરમાંથી 72 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં ગુજરાતનાં 7 ઉમેદવારોના નામ પણ જાહેર કરાયા છે.
આ 7 ઉમેદવારોમાં અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ભાજપે રિપિટ કર્યા છે, વડોદરાથી રંજનબેન ભટ્ટને પણ રિપીટ કરાયા છે. તો વલસાડથી ધવલ પટેલને ટિકિટ અપાઈ છે. આ ઉપરાંત સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, ભાવનગરથી નિમુબેન બાંભણીયા, છોટાઉદેપુરથી જશુભાઇ રાઠવા અને સુરતથી મુકેશ દલાલ ચૂંટણી લડશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર હમીરપુરથી ટિકિટ આપવામાં આવી છે. નાગપુરથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મુંબઈ ઉત્તરથી પિયુષ ગોયલ, ધારવાડથી પ્રહલાદ જોશી લોકસભાની ચૂંટણી લડશે. આ સિવાય કરનાલથી હરિયાણાના પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટર, હાવેરીથી કર્ણાટકના પૂર્વ સીએમ બસવરાજ બોમ્મઈ, હરિદ્વારથી પૂર્વ સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત, બેંગલોર દક્ષિણથી તેજસ્વી સૂર્યાને ટિકિટ આપવામાં આવી છે.
