Skip to main content
Settings Settings for Dark

વંદે માતરમ્ ના 150 વર્ષ પૂર્ણ થતા લોકસભામાં આજે ઐતિહાસિક ચર્ચા

Live TV

X
  • વંદે માતરમ્ ના 150 વર્ષ પૂર્ણ થતા લોકસભામાં આજે ઐતિહાસિક ચર્ચા

    સંસદના શિયાળુ સત્રમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  લોકસભામાં વંદે માતરમ્ ની  150મી વર્ષગાંઠના  અવસરે  ચર્ચાની શરૂઆત કરી હતી.    તેમણે  કહ્યું કે, આ મહત્વપૂર્ણ પ્રસંગે સામૂહિક ચર્ચામાં જોડાવાનું પસંદ કરવા બદલ હું દરેકનો આભારી છું. વંદે માતરમ્  ને યાદ કરવાનું આપણા માટે સૌભાગ્ય છે, આ એ મંત્ર અને સૂત્ર છે . જેણે દેશની સ્વતંત્રતા ચળવળને ઉર્જા અને પ્રેરણા આપી હતી, અને આપણને બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવ્યો હતો. 

    પીએમ મોદીએ એમ પણ કહ્યું કે,  જ્યારે વંદે માતરમને 50 વર્ષ પૂર્ણ થયા, ત્યારે દેશ ગુલામીમાં રહેવા મજબૂર થયો અને જ્યારે વંદે માતરમને 100 વર્ષ પૂર્ણ થયા, ત્યારે દેશ કટોકટીના જંજીરોમાં જકડાઈ ગયો હતો. અને  વંદે માતરમ્ ના 150 વર્ષ  આ ગીતના મહાન પ્રકરણ,અને ગૌરવને પુનઃસ્થાપિત કરવાની તક છે.

     વંદે માતરમ્ ની  150મી વર્ષગાંઠ ઉજવવી એ ગર્વની વાત છે.  તેમ  કહેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,  અંગ્રેજોએ "ભાગલા પાડો અને રાજ કરો" નો માર્ગ પસંદ કર્યો અને તેમણે બંગાળને પોતાની પ્રયોગશાળા બનાવી. તેઓ જાણતા હતા કે બંગાળની બૌદ્ધિક શક્તિ એક સમયે દેશ માટે શક્તિનો સ્ત્રોત રહી છે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં  વંદે માતરમ્  અંગેની ચર્ચા માટે 10 કલાકનો સમય નક્કી થયો છે. અને ચર્ચાનું સમાપન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરશે.  તો રાજયસભામાં પણ આવતીકાલે આ ચર્ચા કરવામાં આવશે. જેમાં  ગૃહમંત્રી અમિત શાહ ચર્ચાની શરૂઆત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply