Skip to main content
Settings Settings for Dark

વકફ (સુધારા) બિલ પર સંયુક્ત સમિતિની બેઠક, લઘુમતી મંત્રાલયના અધિકારીઓ આજે તેમનો પક્ષ કરશે રજૂ

Live TV

X
  • ચર્ચા કરવા માટે 4 નવેમ્બરે JPC ની બેઠક બોલાવવામાં આવી હતી

    આજે વકફ (સુધારા) બિલ 2024 પર સંસદની સંયુક્ત સમિતિની બેઠક બપોરે 3 વાગ્યે યોજાશે. આ બેઠકમાં અલ્પસંખ્યક મંત્રાલયના અધિકારીઓને પણ પોતાનો પક્ષ રજૂ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે જગદંબિકા પાલે લોકસભા સમિતિનો કાર્યકાળ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. લોકસભાના શિયાળુ સત્રની શરૂઆત પહેલા કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ લોકસભા સમિતિનો કાર્યકાળ વધારવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

    ચર્ચા કરવા માટે 4 નવેમ્બરે JPC ની બેઠક બોલાવવામાં આવી હતી

    વક્ફ (સુધારા) બિલ 2024 પર ચર્ચા કરવા માટે 4 નવેમ્બરે JPC ની બેઠક બોલાવવામાં આવી હતી. માહિતી શેર કરતા જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું હતું કે, જ્યારે સંયુક્ત સંસદીય સમિતિ માટેનો પ્રસ્તાવ સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ દ્વારા લાવવામાં આવ્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ તેને જેપીસીને મોકલવા માગે છે, જેથી અમે ઘણા હિસ્સેદારો અને બૌદ્ધિકોને સામેલ કરી શકીએ. અમે ઇસ્લામિક વિદ્વાનો, ભૂતપૂર્વ ન્યાયાધીશો, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના વકીલો, લઘુમતી સંસ્થાઓને બોલાવી ચર્ચા કરી શકીએ છીએ.

    કલ્યાણ બેનર્જીને JPC બેઠકમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા 

    22 ઓક્ટોબરે યોજાયેલી જેપીસીની બેઠક દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ ટેબલ પર રાખેલી કાચની બોટલ તોડી નાખી હતી. જેના કારણે કલ્યાણ બેનર્જી પણ ઘાયલ થયા હતા. આટલું જ નહીં, તેમણે કાચના ટુકડા ચેરમેન તરફ ફેંક્યા હતા. તે જ દિવસે TMC સાંસદ કલ્યાણ બેનર્જીને JPC બેઠકમાં બહુમતીના આધારે એક સત્ર (એક દિવસ) માટે JPC બેઠકમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply