વરસાદી ઝાપટાને કારણે દિલ્હીમાં પ્રદૂષણથી ફરી એકવાર લોકોને મળી રાહત
Live TV
-
છેલ્લા કેટલાક દિવસોથી હવાની ગુણવત્તામાં ખરાબ જોવા મળી રહી છે
10 જાન્યુ. દિલ્હી અને તેની આસપાસ હળવો વરસાદ પડ્યો હતો, જેના કારણે આજ સવારે હવાની ગુણવત્તામાં સુધારો થયો હતી. તેથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રવર્તતા ગાઢ ધુમ્મસમાંથી પણ થોડી રાહત મળી. IMD અનુસાર, શનિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ હતું. જે સીઝનના સરેરાશ તાપમાન કરતા ત્રણ ડિગ્રી ઓછું હતું.
છેલ્લા કેટલાક દિવસોથી હવાની ગુણવત્તામાં ખરાબ જોવા મળી રહી છે
તો શનિવારે ભારે ધુમ્મસને કારણે ઓછામાં ઓછી 45 ટ્રેનો મોડી પડી હતી. હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર સહિત ઉત્તર ભારતના અન્ય ભાગોમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું છે. શનિવારે સાંજે દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડામાં વરસાદ પડ્યો હતો. IMD ની આગાહી મુજબ, રવિવારે આકાશ વાદળછાયું રહી શકે છે અને હળવો વરસાદ પડી શકે છે. જોકે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી હવાની ગુણવત્તામાં ખરાબ જોવા મળી રહી છે. ત્યારે આવા સંજોગોમાં વરસાદએ રાહત આપી છે.
મધ્યમ અને ઉચ્ચ પહાડીઓના છૂટાછવાયા વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરી
તો રવિવારે દિલ્હીનો AQI 285 હતો. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં પણ ઠંડીનો પ્રકોપ ચાલુ છે, સ્થાનિક હવામાન વિભાગે શનિવાર અને રવિવારે નીચલા મેદાનોમાં મધ્યમ વરસાદ અને શિમલા અને મનાલી સહિત મધ્યમ અને ઉચ્ચ પહાડીઓના છૂટાછવાયા વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ વિરોધી પગલાંની વાત કરીએ તો, હાલમાં GRAP 1, 2 અને 3 ને અમલમાં મુકવામાં આવ્યા છે.
