વિશાખાપટ્ટનમમાં આજે બ્રિક્સ રમતગમત મંત્રીઓની બેઠક
Live TV
-
ભારત આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બ્રિક્સ રમતગમત મંત્રીઓની બેઠકની યજમાની કરશે. આ મંત્રીસ્તરીય સંમેલનમાં બ્રિક્સના તમામ 11 સભ્ય દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિમંડળ રમતગમત ક્ષેત્રે પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવા માટે એકત્રિત થશે. બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય યુવા કાર્ય અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા કરશે. તેમાં યુવા કાર્ય અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે પણ ભાગ લેશે.
બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથિયોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાતના પ્રતિનિધિઓ બેઠક દરમિયાન પોતાના-પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે. કાર્યક્રમમાં બ્રિક્સ મિત્રતા સાઇકલિંગ સ્પર્ધા, દ્વિપક્ષીય બેઠકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે. બેઠકના સમાપન સમયે બ્રિક્સ રમતગમત સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કરવામાં આવશે.
ભારતનું 2026નું બ્રિક્સ અધ્યક્ષપદ ‘સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહયોગ અને ટકાઉપણું માટે નિર્માણ’ વિષય પર આધારિત છે, જે જન-કેન્દ્રિત અને માનવતા-પ્રથમ અભિગમને પ્રતિબિંબિત કરે છે.
