Skip to main content
Settings Settings for Dark

વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા પ્રધાનમંત્રી મોદીના X એકાઉન્ટ પર 10 કરોડથી વધુ ફોલોઅર્સ

Live TV

X
  • છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે 3 કરોડ ફોલોઅર્સનો વધારો થોય છે.પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે

    પ્રધાનમંત્રી મોદીએ રવિવારે 10 કરોડ ફોલોઅર્સની સિદ્ધિ મેળવી હતી. તેણે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં લખ્યું, @X પર 100 મિલિયન! આ ગતિશીલ માધ્યમ પર રહીને અને ચર્ચા, વાદવિવાદ, આંતરદૃષ્ટિ, લોકોના આશીર્વાદ, રચનાત્મક ટીકા અને ઘણું બધું માણીને આનંદ થયો. ભવિષ્યમાં પણ આવા જ રોમાંચક સમયની રાહ જોઈએ છીએ. 

    ગૃહમંત્રી અમિત શાહે માઈક્રોબ્લોગિંગ સાઇટ X પર 10 કરોડ ફોલોઅર્સના આશ્ચર્યજનક આંકડાને પાર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે કહ્યું કે આ સિદ્ધિ માત્ર ભારતમાં પીએમ મોદીની અપ્રતિમ લોકપ્રિયતા જ નહીં પરંતુ વૈશ્વિક મંચ પર તેમની મહાન રાજનીતિનું પણ પ્રમાણ છે.

    તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી વર્ષ 2009માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'  સાથે જોડાયા હતા, ત્યારથી પીએમ મોદી આ પ્લેટફોર્મ પર સતત પોતાની પોસ્ટ શેર કરે છે અને લોકો સાથે જોડાયેલા રહે છે. આટલું જ નહીં, વડાપ્રધાન મોદી યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર અનુક્રમે 2.5 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને 9.1 કરોડ ફોલોઅર્સ સાથે પ્રભાવશાળી હાજરી ધરાવે છે. વાસ્તવમાં, પીએમ નરેન્દ્ર મોદી એક વાસ્તવિક સોશિયલ મીડિયા સેન્સેશન તરીકે ઉભરી આવ્યા છે અને હવે તેઓ વિશ્વના એકમાત્ર એવા વ્યક્તિ બની ગયા છે જેને ફેસબુક પર 100 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply