વીર વિક્રમ યાદવ બન્યા DGCAના નવા ચીફ, અનેક સિનિયર અધિકારીઓની બદલી
Live TV
-
કેન્દ્ર સરકાર દ્વારા વહીવટી સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે ફૈઝ અહેમદ કિદવાઈના સ્થાને વીર વિક્રમ યાદવને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)ના નવા ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા છે.
એવિએશન સેક્ટર માટે મહત્વની નિમણૂક
વીર વિક્રમ યાદવ હાલમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. ભારતનું એવિએશન સેક્ટર જ્યારે ઝડપથી વિસ્તરી રહ્યું છે, ત્યારે તેમની ભૂમિકા અત્યંત નિર્ણાયક બની રહેશે. વધતો જતો એર ટ્રાફિક અને એરલાઇન્સની સુરક્ષા પર દેખરેખ રાખવાની જવાબદારી હવે તેમના શિરે રહેશે. બીજી તરફ, ફૈઝ અહેમદ કિદવાઈને પર્સનલ અને ટ્રેનિંગ વિભાગ (DoPT)માં એડિશનલ સેક્રેટરી તરીકે ખસેડવામાં આવ્યા છે.સરકારે એડિશનલ સેક્રેટરી રેન્કમાં અન્ય અનેક મહત્વની નિમણૂકોની પણ જાહેરાત કરી છે:
પુનીત કૌશલ: નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં (Civil Aviation) એડિશનલ સેક્રેટરી.
મોના કે. ખંધાર: સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી.
જ્ઞાનેન્દ્ર ડી. ત્રિપાઠી: કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગમાં એડિશનલ સેક્રેટરી તેમજ ICARના સેક્રેટરી.
વિશાલ ગગન: સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન(CIC)ના સેક્રેટરી.
એન. ગુલઝાર: નેશનલ કેપિટલ રીજન પ્લાનિંગ બોર્ડ(NCRPB)ના મેમ્બર સેક્રેટરી.
દિવાકર નાથ મિશ્રા: ઉર્જા મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી.
દેબાશિષ પૃષ્ટિ: નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગમાં એડિશનલ સેક્રેટરી.
શ્રીધર ચિરુવોલુ: વડાપ્રધાન કાર્યાલય (PMO)માં એડિશનલ સેક્રેટરી તરીકે બઢતી.
