Skip to main content
Settings Settings for Dark

વૈશ્વિક પડકારો છતાં ભારત દેશ વૈશ્વિક સ્તરે અગ્રેસર: PM મોદી

Live TV

X
  • સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલાં મીડિયાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન યુદ્ધ અને વૈશ્વિક કટોકટી વચ્ચે પણ દેશે 7.7 ટકાનો મજબૂત વિકાસ દર જાળવી રાખ્યો છે. ઊર્જાની જરૂરિયાતો, પેટ્રોલ, ડીઝલ, એલપીજી, ખાતર અને રસાયણો માટે અન્ય દેશો પર નિર્ભર હોવા છતાં ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. આ સિદ્ધિ ભારતની "આંતરિક મજબૂતાઈ" અને નવા સીમાચિન્હ સર કરવાની દેશવાસીઓની ઝંખના તથા ઉત્સાહનું પ્રતિબિંબ છે.

    સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલાં મીડિયાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન યુદ્ધ અને વૈશ્વિક કટોકટી વચ્ચે પણ દેશે 7.7 ટકાનો મજબૂત વિકાસ દર જાળવી રાખ્યો છે. ઊર્જાની જરૂરિયાતો, પેટ્રોલ, ડીઝલ, એલપીજી, ખાતર અને રસાયણો માટે અન્ય દેશો પર નિર્ભર હોવા છતાં ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. આ સિદ્ધિ ભારતની "આંતરિક મજબૂતાઈ" અને નવા સીમાચિન્હ સર કરવાની દેશવાસીઓની ઝંખના તથા ઉત્સાહનું પ્રતિબિંબ છે.

    સંસદમાં સાર્થક ચર્ચા અને અનુભવનું મહત્વ વડાપ્રધાન મોદીએ સંસદના આ સત્રના મહત્વ વિશે વાત કરતા કહ્યું હતું કે દેશમાં વેગ આવ્યો છે અને સંસદની ભાવના તેમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. પક્ષના ભેદભાવ વગર સંસદમાં અનેક અનુભવી સંસદસભ્યો ઉપસ્થિત છે ત્યારે દેશ અને સંસદને તેમના જ્ઞાન અને અનુભવની જરૂર છે. સમયની માંગ છે કે સંસદનું સુચારુ સંચાલન થાય, અર્થપૂર્ણ ચર્ચાઓ થાય અને દેશને આગળ લઈ જવા માટે સૌ કોઈ સામૂહિક સંકલ્પ કરે.

    તર્ક અને તથ્યો આધારિત ચર્ચાઓ પર ભાર આકાંક્ષાઓથી ભરેલા દેશના યુવાનો આગળ વધવા માટે આતુર હોવાનું જણાવી વડાપ્રધાનએ ટાંક્યું હતું કે ગૃહમાં રાષ્ટ્ર સમર્પણની ભાવના ધરાવતા અવાજોને યોગ્ય મંચ મળવો જોઈએ. જ્યાં તથ્યો અને તર્ક હોય ત્યાં હોબાળો મચાવવાને કોઈ સ્થાન નથી હોતું. મજબૂત પુરાવા અને તર્કો સાથે શાંત રહીને પણ પોતાની વાત અસરકારક રીતે રજૂ કરી શકાય છે. સંસદમાં દરેક અવાજને સાંભળવામાં આવે અને દરેક વિચારને યોગ્ય સન્માન મળે તેવી આશા વ્યક્ત કરીને તેમણે તમામ સાંસદોને ગૃહની કાર્યવાહીમાં પૂરા જોશથી ભાગ લેવા અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
apply