શિયાળા પહેલા આ રાજ્યોમાં વરસાદની આગાહી
Live TV
-
શિયાળા પહેલા આ રાજ્યોમાં વરસાદની આગાહી
દિવાળી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે, જેના કારણે હવામાન વિભાગે દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે 12 નવેમ્બર સુધી દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પુડુચેરી, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન નિકોબાર ટાપુઓમાં 12 નવેમ્બર સુધી તોફાની પવનો ફૂંકાઈ શકે છે. વાતાવરણમાં આવનારા ફેરફારના કારણે હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે.
