Skip to main content
Settings Settings for Dark

શિયાળુ સત્ર પહેલા આજે યોજાશે સર્વપક્ષીય બેઠક, મુખ્ય એજન્ડા પર થશે ચર્ચા

Live TV

X
  • સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસે પોતાનો અહેવાલ સુપરત કરાશે

    25 નવેમ્બરથી શરૂ થનાર સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ પહેલા સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સર્વપક્ષીય બેઠક રવિવાર 24 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે મેઈન કમિટી રૂમ, સંસદ ભવન એનેક્સી, નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે. સર્વપક્ષીય બેઠકમાં મણિપુર હિંસા ઉપરાંત કાયદાકીય કામકાજ, રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક ચિંતાઓ અને પ્રાદેશિક મુદ્દાઓ જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. 

    શિયાળુ સત્ર દરમિયાન પાંચ નવા કાયદા સહિત 15 બિલ લાવવાની તૈયારી 

    સંસદીય પરંપરા અનુસાર આ બેઠક સરકાર દ્વારા વિપક્ષને તેના કાયદાકીય એજન્ડા વિશે જણાવવા તેમજ પક્ષો સંસદમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવે છે. આવી બેઠક દ્વારા સરકાર ઔપચારિક રીતે સત્ર દરમિયાન બંને ગૃહોમાં વિરોધ પક્ષો પાસેથી સહકાર માંગે છે. સંસદ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બરે સમાપ્ત થશે. જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં બંધારણ અપનાવવાની 75 મી વર્ષગાંઠ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મોદી સરકાર સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન પાંચ નવા કાયદા સહિત 15 બિલ લાવવાની તૈયારી કરી રહી છે. પાંચ નવા બિલમાં સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટેનું બિલ પણ સામેલ છે. પેન્ડિંગ બિલોમાં વક્ફ (સુધારા) બિલનો પણ સમાવેશ થાય છે, જે બંને ગૃહોની સંયુક્ત સમિતિ લોકસભામાં તેનો અહેવાલ રજૂ કરે તે પછી વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે.

    સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસે પોતાનો અહેવાલ સુપરત કરાશે

    તમામની નજર વકફ (સુધારા) બિલ પર રહેશે, જેને ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં રજૂ કરવામાં આવ્યા બાદ સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવી હતી. સંયુક્ત સંસદીય સમિતિ શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસે પોતાનો અહેવાલ સુપરત કરવાની છે. વર્તમાન સત્રમાં હોબાળો થવાની સંભાવના છે કારણ કે વિપક્ષી દળોએ પહેલેથી જ વકફ બિલની તપાસ કરતી JPC ની મુદત વધારવાની માંગ કરી છે. વિરોધ પક્ષો અને મુસ્લિમ સંગઠનોએ નવા બિલમાં પ્રસ્તાવિત અનેક સુધારાનો વિરોધ કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply