શેરબજારમાં રિકવરી: સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યા બાદ રિકવર થઈ 75,315 પર બંધ થયુ
Live TV
-
સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેરબજારમાં સામાન્ય વધારો નોંધાયો. કારોબાર દરમિયાન સેન્સેક્સમાં 1 હજાર આંક સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
જો કે, બાદમાં માર્કેટમાં રિકવરી નોંધાતા, કારોબારના અંતે સેન્સેક્સ 77 આંક વધીને 75 હજાર 315 આંક પર, જ્યારે નિફ્ટી 6 આંક વધીને 23 હજાર 649 આંક પર સ્થિર થયો. સેન્સેક્સના 30માંથી 16 શેરોમાં લેવાલી જોવા મળી તો નિફ્ટીના 50માંથી 27 શેરોમાં વેચવાલી જોવા મળી. IT, ફાર્મા શેરોના ભાવમાં ઉછાળો નોંધાયો. તેમાં પણ ઇન્ફોસિસ, HCL ટેક અને વિપ્રો શેર મજબૂતી સાથે બંધ થયા..ડૉલર સામે રૂપિયો 38 પૈસા નબળો રહેતા 96.35ના સ્તરે બંધ રહ્યો..તો બ્રેંટ ક્રૂડ ઑઇલનો ભાવ 110 ડૉલરને પાર રહ્યો.
