સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે પણ વિપક્ષના ભારે હોબાળાને કારણે બંને ગૃહની કાર્યવાહી સ્થગિત
Live TV
-
NEET પેપર લીક સહિતના અનેક મુદ્દાઓ પર વિપક્ષના વિરોધના પગલે લોકસભાને દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. તો હોબાળા વચ્ચે કોલસા, ખાણો અને સ્ટીલ પરની સ્થાયી સમિતિઓના અહેવાલો રજૂ કરાયા..
સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે પણ વિપક્ષના ભારે હોબાળાને કારણે બંને ગૃહની કાર્યવાહી ખોરવાઈ હતી.. NEET પેપર લીક સહિતના અનેક મુદ્દાઓ પર વિપક્ષના વિરોધના પગલે લોકસભાને દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.. તો હોબાળા વચ્ચે, કોલસા, ખાણો અને સ્ટીલ પરની સ્થાયી સમિતિઓના અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા.. ત્યારબાદ, ગૃહે મહિલા સાંસદો વિરુદ્ધ અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવા બદલ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીને ચોમાસા સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો.. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે ઠરાવ રજૂ કર્યો, જેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો.. તો બીજી તરફ, વિપક્ષના હોબાળાને કારણે રાજ્યસભા પણ આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે.. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે, સરકાર NEET પેપર લીકના મુદ્દા પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.. સાથે જ, તેમણે ચર્ચાનો સમયગાળો અને તે કયા નિયમો હેઠળ હાથ ધરવામાં આવશે તે અંગે તમામ પક્ષોના ફ્લોર નેતાઓને વિનંતી કરી હતી..સોનમ વાંગચુકનો કેન્દ્ર સરકારને પત્રકાર્યકર્તા સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહને એક પત્ર લખ્યો છે. તેમણે માંગ કરી કે સરકાર કોઈપણ વિદ્યાર્થી સામે કોઈ કાર્યવાહી ન કરે, અને તેમણે કહ્યું કે જો સરકાર આવી ખાતરી આપે તો તેઓ તેમનો ઉપવાસ સમાપ્ત કરશે.સોનમ વાંગચુકે તેમના પત્રમાં લખ્યું,છે કે, "ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં મારી મુલાકાત લેવા બદલ અને મારા ઉપવાસ સમાપ્ત કરવાની તમારી મજબૂત અપીલ બદલ આભાર. અમારી વાતચીત દરમિયાન, તમે મને ખાતરી આપી હતી કે પરીક્ષાના પેપર લીક પછી આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને સરકાર પૂરતું વળતર આપવા માટે સકારાત્મક વિચાર કરશે, અને માનનીય શિક્ષણ મંત્રીના રાજીનામા પર વિચાર કરવા સહિત જવાબદારી સુનિશ્ચિત કરવા માટે સંસદમાં અર્થપૂર્ણ ચર્ચા થશે."
