સંસદના ચોમાસુ સત્રનો ચોથો દિવસ: આજે બંને ગૃહોમાં બે-બે બિલ રજૂ થશે
Live TV
-
સંસદના ચોમાસુ સત્રનો ચોથો દિવસ: આજે બંને ગૃહોમાં બે-બે બિલ રજૂ થશે
સંસદના ચોમાસુ સત્રનો આજે ચોથો દિવસ છે, અને બંને ગૃહોમાં મહત્વપૂર્ણ બિલ પર ચર્ચા અને પસાર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. આજે લોકસભા અને રાજ્યસભા બંનેમાં બે-બે બિલ સૂચિબદ્ધ છે.
લોકસભામાં રજૂ થનાર બિલ:
લોકસભામાં આજે બે બિલ ચર્ચા માટે રજૂ થશે. પ્રથમ , 'ગોવા રાજ્ય વિધાનસભાના મતવિસ્તારમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વનું સમાયોજન બિલ, 2024' રજૂ કરવામાં આવશે. આ બિલ ગયા વર્ષે 5 ઓગસ્ટે રજૂ કરવામાં આવ્યું હતું અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગોવા વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને પસાર કરવા માટે રજૂ કરશે. બીજુ બિલ 'વાણિજ્યિક બંદર પરિવહન બિલ, 2024' છે.
રાજ્યસભામાં રજૂ થનાર બિલ:
રાજ્યસભામાં પણ આજે બે બિલ પસાર કરવા માટે ચર્ચા માટે રજૂ કરવામાં આવશે. બંદર, પરિવહન અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા 'ટ્રાન્સપોર્ટ ઓફ ગુડ્સ બિલ, 2025' અને 'કોસ્ટલ પોર્ટ ટ્રાન્સપોર્ટ બિલ, 2025' રજૂ કરવામાં આવશે. આ બિલ દેશમાં પરિવહન અને બંદરો સંબંધિત નીતિઓને સુધારવા અને આધુનિક બનાવવા માટે મહત્વપૂર્ણ ગણાય છે.
