સંસદના શિયાળુ સત્રની કામગીરી, લોકસભામાં પોસ્ટ ઓફિસ સંશોધન વિધેયક 2023 પર ચર્ચા થશે
Live TV
-
આજે સંસદમાં મહત્વના વિધેયક પર ચર્ચા કરવામાં આવશે.
સંસદના શિયાળુ સત્રની કામગીરી ચાલી રહી છે. આજે સંસદમાં મહત્વના વિધેયક પર ચર્ચા કરવામાં આવશે. લોકસભામાં આજે પોસ્ટ ઓફિસ સંશોધન વિધેયક 2023 પર બીજા દિવસે ચર્ચા થશે. વિધયેક પસાર થયા પછી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ભારતીય ન્યાય દ્વિતીય સંહિતા 2023 અને ભારતીય નાગરિક સુરક્ષા અંગેના વિધેયકને ચર્ચા અને પસાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરશે. આ તમામ વિધેયક પર એકસાથે સંસદમાં ચર્ચા કરવામાં આવશે.
રાજ્યસભામાં નાણાં મંત્રી નિર્મળા સિતારમણ વિનિયોગ વિધેયક 2023ને ચર્ચા માટે રજૂ કરશે. ત્યારપછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પુનઃ ગઠન અને કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે જોડાયેલા સંશોધન વિધેયક રજૂ કરશે. આ વિધેયક પસાર થયા પછી જમ્મુ કાશ્મીર અને પુડ્ડુચેરી વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ થઈ જશે. અગાઉ બંને વિધેયક લોકસભામાં સર્વસંમતિથી પસાર થઈ ચૂક્યા છે.
