સંસદમાં બજેટ સત્રનો ગરમાવો: રાજ્યસભામાં બજેટ પર ચર્ચાની શરૂઆત
Live TV
-
સંસદમાં બજેટ સત્રનો ગરમાવો: રાજ્યસભામાં બજેટ પર ચર્ચાની શરૂઆત
લોકસભા અને રાજ્યસભામાં આજે કેન્દ્રીય બજેટ 2026-27 પર ચર્ચા આગળ વધશે. દેશના આર્થિક ભવિષ્ય માટે આ સત્ર અતિ મહત્ત્વપૂર્ણ છે. બંને સદનમાં પ્રશ્નકાળ દરમિયાન વિવિધ મંત્રાલય દ્વારા પ્રશ્નો પૂછવામાં આવશે, જ્યારે શૂન્યકાળ દરમિયાન લોકહિતના મુદ્દા ઉઠાવાશે. મહત્ત્વનું છે કે, ઉચ્ચ સદનમાં સોમવારથી ચર્ચાની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ સાંસદ પી. ચિદમ્બરમે ચર્ચાની શરૂઆત કરી હતી. આ ચર્ચામાં અલગ અલગ પાર્ટીઓના સાંસદ શામેલ થયા હતા. ગત સપ્તાહની જેમ આ સપ્તાહે પણ લોકસભામાં વિરોધ જોવા મળ્યો હતો.જેથી વિપક્ષના હંગામાના કારણે કેન્દ્રીય બજેટ પર ચર્ચા થઈ શકી નહોતી.
