Skip to main content
Settings Settings for Dark

સંસદ ભવનમાં ગૃહરાજ્યમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વદલિય બેઠકનું આયોજન કરાયુ

Live TV

X
  • 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને લઈ આખો દેશ એક જૂથ થઈ સાથે ઉભો છે. આજે સંસદ ભવનમાં ગૃહરાજ્યમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વદલિય બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં આતંકવાદ મામલે તમામ જૂથો એકત્રિત થયા હતા. તમામ દળોએ સીમાની પેલેપારથી આતંકવાદને મળતા સમર્થન નીકડક શબ્દોમાં નિંદા કરી હતી. આ બેઠકમાં આંતકવાદની નિંદાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં રાજનાથસિંહે જણાવ્યુ હતું કે જમ્મુ-કશ્મીરમાં કાયમ માટે અમન અને શાંતિ સ્થાપિત થઈને રહેશે. બેઠક વિશે જાણકારી આપતા નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યુ કે આ મામલે સમગ્ર દેશમાં આક્રોશ છે. આતંકવાદ મામલે ઝીરો ટોલરન્સની નીતિ જારી છે. નરેન્દ્રસિંહ તોમરે વધુમાં જણાવ્યુ હતુ કે આતંકવાદને પહોંચીવળવા માટે સુરક્ષાદળોને છૂટ આપી દેવામાં આવી છે. કોંગ્રેસના ગુલામનબી આઝાદે બેઠક બાદ જણાવ્યુ કે આતંકવાદનો સફાયો કરવા માટે અમે સરકારની સાથે છીએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply