સરકાર સમયસર લોનની ચુકવણી કરનારા દિવ્યાંગ લોકો માટે વ્યાજ દરમાં એક ટકાની છૂટની જાહેરાત કરી
Live TV
-
સરકારે નેશનલ ડિસેબલ ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી લોન લેનારાઓ માટે લોનની સમયસર ચુકવણી પર વ્યાજ દરમાં એક ટકા રિબેટની જાહેરાત કરી છે. આ નિર્ણય વિકલાંગોના નાણાકીય સમાવેશ અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે.
વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગના સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ્ય આર્થિક મદદની માંગ કરતી વિકલાંગ વ્યક્તિઓ પરના નાણાકીય બોજને ઘટાડવાનો અને લોનની ચુકવણી પ્રત્યે જવાબદારીની ભાવનાને પ્રોત્સાહિત કરવાનો છે. રાજેશ અગ્રવાલે ગઈ કાલે આઠ દિવ્યાંગ લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા.
