સીબીઆઈના બંને અધિકારીઓને મોકલાયા રજા ઉપર
Live TV
-
વચગાળાના સીબીઆઇ અધિકારી તરીકે સીબીઆઇના જોઇન્ટ ડિરેક્ટર એમ. નાગેશ્વર રાવની નિયુક્તિ કરવામાં આવી છે
સીબીઆઈના બે મોટા અધિકારીએ એકબીજા ઉપર લગાવેલા આરોપ સંબંધે બંને અધિકારી આલોક વર્મા તથા રાકેસ અસ્થાનાને પદ પરથી હટાવવામાં આવ્યા છે અને વચગાળાના સીબીઆઇ અધિકારી તરીકે સીબીઆઇના જોઇન્ટ ડિરેક્ટર એમ. નાગેશ્વર રાવની નિયુક્તિ કરવામાં આવી છે. દરમિયાન નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, આ બનાવમાં સરકાર કોઈ હસ્તક્ષેપ કરશે નહીં. તેની તપાસ સરકારના કાર્યક્ષેત્રમાં આવતી નથી. આ તપાસ CVCના કાર્યક્ષેત્રમાં આવે છે. આ બંને અધિકારીએ CVCને ફરિયાદ કરી છે અને CVC ટીમ આ બાબતે તપાસ કરશે. તેમણે ઉમેર્યું હતું કે સીબીઆઇની શાખ જળવાય તે જરૂરી છે.
