સુપ્રીમ કોર્ટ અયોધ્યા રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી
Live TV
-
આ સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિઓ એસ.એ.બોબડે, ડી.વાય.ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ.એસ.નઝીરની પાંચ જજોની બેન્ચ હાથ ધરશે. બીજીબાજુ ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ અયોધ્યાની વિવાદાસ્પદ જમીન ખાતે પૂજાપાઠ કરવાના તેમના મળભૂત અધિકારને લાગુ કરવાની માગ કરતી અરજીની તાત્કાલિક સુનાવણી કરવા સુપ્રીમમાં માગ કરી હતી.
સુપ્રીમ કોર્ટ આજે અયોધ્યા રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી કરશે. આ સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિઓ એસ.એ.બોબડે, ડી.વાય.ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ.એસ.નઝીરની પાંચ જજોની બેન્ચ હાથ ધરશે. બીજીબાજુ ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ અયોધ્યાની વિવાદાસ્પદ જમીન ખાતે પૂજાપાઠ કરવાના તેમના મળભૂત અધિકારને લાગુ કરવાની માગ કરતી અરજીની તાત્કાલિક સુનાવણી કરવા સુપ્રીમમાં માગ કરી હતી. સર્વોચ્ચ અદાલતે આ કેસની સુનાવણી હાથ ધરાય ત્યારે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 2010ના અલ્લાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને પડકારતી 14 અરજીઓ સર્વોચ્ચ અદાલતમાં દાખલ થઈ છે.
