સોમવારથી શરૂ થતા સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે શનિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી
Live TV
-
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકારે વિપક્ષને સહયોગ આપવા અપીલ કરી છે
સંસદનું શિયાળુ સત્ર આગામી 4 ડિસેમ્બરથી શરૂ થશે. જે 22 ડિસેમ્બર સુધી ચાલશે. સત્રના સુચારૂ સંચાલન માટે શનિવારે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકારે વિપક્ષને સહયોગ આપવા અપીલ કરી છે કારણ કે સંસદમાં રચનાત્મક ચર્ચા થઈ શકે. સરકારે બંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે શનિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
