સૌર મંડળમાં હવે ચમકશે પંડિત જસરાજ, નાસાએ કર્યું નામકરણ
Live TV
-
પંડિત જસરાજનો જન્મ 28 જાન્યુઆરી 1930 એટલે કે 280130 છે અને આ ગ્રહનો નંબર 300128 છે.
નાસાએ 13 વર્ષ પહેલા શોધાયેલા સૌર મંડળના એક નાના ગ્રહનું નામ પંડિત જસરાજના નામ પરથી રાખવામાં આવ્યું છે. પંડિત જસરાજ આવું સન્માન મેળવનારા પ્રથમ ભારતીય કલાકાર બન્યા છે. મહાન શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજ એવા પ્રથમ કલાકાર બન્યાં છે. જેમણે આ સિદ્ધિ મેળવી છે.
11 નવેમ્બર 2006ના રોજ શોધાયેલા આ ગ્રહ 2006વીપી 32નો નંબર અત્યાર સુધીમાં 300128 હતો. પંડિત જસરાજનો જન્મ 28 જાન્યુઆરી 1930 એટલે કે 280130 છે અને આ ગ્રહનો નંબર 300128 છે. નાસાના જણાવ્યાનુસાર આ ગ્રહ પંડિત જસરાજ આપણા સૌર મંડલમાં ગુરુ અને મંગળ વચ્ચે સ્થિત રહેતા સૂર્યની પરિક્રમા કરી રહ્યો છે. નાસા અને IAUએ 23 સપ્ટેમ્બરના રોજ નામકરણની ઘોષણા કરી છે.
