સ્ટાર્ટઅપ ઈન્ડિયા કાર્યક્રમને 10 વર્ષ થયા પૂર્ણ
Live TV
-
સ્ટાર્ટઅપ ઈન્ડિયા કાર્યક્રમને 10 વર્ષ થયા પૂર્ણ
ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિમાં આજે એક ઐતિહાસિક સીમાચિહ્ન ઉમેરાવા જઈ રહ્યું છે. 16 જાન્યુઆરી, 2026 ના રોજ 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' પહેલ તેના સફળ 10 વર્ષ (એક દાયકો) પૂર્ણ કરી રહી છે. આ અવસરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 'રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમની મુખ્ય વિગતો
પ્રધાનમંત્રી દેશના જીવંત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના પ્રતિનિધિઓ, સ્થાપકો અને રોકાણકારો સાથે સીધી વાતચીત કરશે. પસંદગીના સ્ટાર્ટઅપ સાહસિકો તેમની શૂન્યમાંથી સર્જનની સફર અને અનુભવો રજૂ કરશે. આ કાર્યક્રમનો મુખ્ય મંત્ર ભારતને 'જોબ સીકર્સ' (નોકરી શોધનારા) માંથી 'જોબ ક્રિએટર્સ' (નોકરી આપનારા) બનાવવાનો છે.
10 વર્ષની ઉપલબ્ધિઓ
સ્ટાર્ટઅપ્સની સંખ્યા: 2016માં ગણ્યાગાંઠ્યા સ્ટાર્ટઅપ્સથી શરૂ થયેલી આ સફર આજે 2,00,000 થી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચી છે. છેલ્લા એક દાયકામાં આ ઇકોસિસ્ટમે લાખો યુવાનો માટે રોજગારીની નવી અને આધુનિક તકો ઊભી કરી છે. ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે. હવે સ્ટાર્ટઅપ્સ માત્ર મેટ્રો શહેરો પૂરતા મર્યાદિત નથી, પરંતુ ૫૦% થી વધુ સ્ટાર્ટઅપ્સ ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાંથી આવી રહ્યા છે.
